પ્રયોગોની પાઠશાળા થી જાણીતી બનેલી એવી અમારી વાઘજીપુર પે સેન્ટર શાળા ખાતે આજરોજ 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા 19 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા. જેમાં લોક નૃત્ય ,નાટક, હાસ્ય ગીત, વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા. ગ્રામજનો દ્વારા તેરેક હજાર રૂપિયાનું રોકડ દાન આપવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી દ્વારા શાળાના તમામ સ્ટાફને ગ્રામજનો દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. ગામની સૌથી વધુ ભણેલી દીકરી શ્રેયા દિલીપભાઈ સેવકના હાથે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યુ, સાથે સાથે તેના માતા પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું, અને દીકરીને ટ્રોફી અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા. ગામના યુવાન તાલુકા સદસ્ય શ્રી પારસભાઈ દિલીપસિંહ ચૌહાણ દ્વારા બાલવાટિકામાં અભ્યાસ કરતી માતા પિતા વિહોણી દીકરી સુહાની કિરણસિંહ ઝાલા ના ધોરણ આઠ સુધીના શૈક્ષણિક તમામ ખર્ચને ઉઠાવી લેવાની જાહેરાત કરવામાં આવી. શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ એ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો.