અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

20 જુલાઈ, 2023

અનોખી બાળ સંસદ ૨૦૨૩

 અનોખી બાળ સંસદ ચૂંટણી.....................૨૦/૦૭/૨૩ વાઘજીપુર પે સેન્ટર શાળાએ જુદી રીતે બાળ સંસદની ચૂંટણી યોજવાનું નક્કી કર્યું.બેલેટ અને બીજા બધામાં કાગળનો વપરાશ અટકે તથા પ્રકૃતિ સંવર્ધનમાં આપણી સક્રિય ભાગીદારી વધે એ હેતુ સાથે બાળકોને બેલેટ ની જગ્યાએ એક એક છોડ મત તરીકે આપવામાં આવ્યો.બાળકોએ એમના પસંદગીના  ઉમેદવારના ખાનામાં એ છોડ મૂકી મત આપ્યો, અંતે છોડની ગણતરી કરી સૌથી વધારે છોડ મેળવનાર થી ઉતરતા ક્રમમાં બાળ સંસદની જુદી જુદી સમિતિઓના સભ્યો બનાવાયા. છેલ્લે આ તમામ છોડ બાળકોને ઘેર વાવવા માટે આપવામાં આવ્યા. બાળકો એ ઉત્સાહભેર ઘેર જઈ છોડ વાવ્યા.પ્રકૃતિ સંવર્ધનમાં અમારી શાળાની આ નાનકડી પહેલ છે ક્ષતિઓ હશે પણ હેતુ શુદ્ધ છે.



17 જુલાઈ, 2023

વાલી મીટીંગ

 આજરોજ વાઘજીપુર પે સેન્ટર શાળા ખાતે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટા પ્રમાણમાં વાલીશ્રીઓ હાજર રહ્યા. મિટિંગ દરમિયાન બાળકોના શૈક્ષણિક સ્તર, બાળકોની પ્રગતિ, શિક્ષકશ્રીઓ અને વાલીશ્રીઓના પ્રશ્નો, નવા ગણવેશ, વાંચન ગણન લેખન, વગેરે મુદ્દાઓ પર ખુબ સુંદર ચર્ચા કરવામાં આવી વાલીશ્રીઓએ શાળાને પૂર્ણ સહકાર આપવાની બાંહેધરી આપી.