અનોખી બાળ સંસદ ચૂંટણી.....................૨૦/૦૭/૨૩ વાઘજીપુર પે સેન્ટર શાળાએ જુદી રીતે બાળ સંસદની ચૂંટણી યોજવાનું નક્કી કર્યું.બેલેટ અને બીજા બધામાં કાગળનો વપરાશ અટકે તથા પ્રકૃતિ સંવર્ધનમાં આપણી સક્રિય ભાગીદારી વધે એ હેતુ સાથે બાળકોને બેલેટ ની જગ્યાએ એક એક છોડ મત તરીકે આપવામાં આવ્યો.બાળકોએ એમના પસંદગીના ઉમેદવારના ખાનામાં એ છોડ મૂકી મત આપ્યો, અંતે છોડની ગણતરી કરી સૌથી વધારે છોડ મેળવનાર થી ઉતરતા ક્રમમાં બાળ સંસદની જુદી જુદી સમિતિઓના સભ્યો બનાવાયા. છેલ્લે આ તમામ છોડ બાળકોને ઘેર વાવવા માટે આપવામાં આવ્યા. બાળકો એ ઉત્સાહભેર ઘેર જઈ છોડ વાવ્યા.પ્રકૃતિ સંવર્ધનમાં અમારી શાળાની આ નાનકડી પહેલ છે ક્ષતિઓ હશે પણ હેતુ શુદ્ધ છે.