અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

17 નવે, 2019

ઋણ સ્વીકાર સહ ....

વાઘજીપુર શાળાની પ્રવૃત્તિઓને ઇન્ટરનેશનલ લેવલે મુકવા માટે ડો.હરિશ્ચંદ્ર સિંહ રાઠોડ સાહેબના નેતૃત્વમાં એન.આઈ.સી.એમ ગાંધીનગરની 11 વિદ્યાર્થીઓની ટીમ ખૂબ જહેમત ઉઠાવી રહી છે, એના ફાઇનલ વિડીયો શુટીંગની આજે પૂર્ણાહૂતિ થઇ. ડો. હરિશ્ચંદ્ર સિંહ રાઠોડ સાહેબની અદભુત વર્ણન કળા સાથે સાથે અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અને વાઘજીપુર શાળાની પ્રવૃતિઓ અને બાળકોને વિશ્વ સ્તરે મૂકીને શાળા ને વિશ્વ સ્તરે થી સહકાર અપાવવાની નેમ ને વંદન તથા અભિનંદન. આજના સ્વેટરના દાતાશ્રીઓ નું લાઈવ રેકોર્ડિંગ તથા ભારતમાં સૌપ્રથમ સામૂહિક લેવલે બનેલા ઇકોલોજીકલ સેનિટેશનનો અદભુત વર્ણન બાપુસાહેબ કર્યું છે.

 તે તમામ વસ્તુઓ ટૂંક સમયમાં આપ સૌની સમક્ષ મુકવામાં આવશે. અમારા દીકરા મનોજ અને કૌશિકની ચિત્રકળાના  નમૂનારૂપ ભેટને સ્વીકારતો અવર્ણનીય આનંદઅમે એમના ચહેરા પર અનુભવ્યો. બાળકને પણ પ્રોત્સાહન તથા શાળાને પણ ચેક થકી  દાન આપીને પ્રોત્સાહન આપ્યું .

ગર્વ એ વાતનો છે કે આજે ગુજરાતની નામાંકિત સંસ્થાઓ વાઘજીપુર શાળાના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહી છે સાચા અંતઃકરણપૂર્વક હરિશ્ચંદ્ર સિંહ બાપુ સાહેબ નો તથા ટીમનો આભાર....