અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

2 ઑક્ટો, 2019

ગાંધી વિચારોની વાવણી

ગાંધી વિચારોની વાવણી... જાળવણી... લણણી...

 ગાંધીજીના માત્ર વિચારોની વાતો કરવાથી કે કાર્યક્રમો કરવાથી હેતુ સાર્થક નહીં થાય.

ગાંધીજીએ વ્યક્તિ નથી, એક જીવન સંદેશ છે...

અમે આવનારી પેઢીમાં ગાંધીજીની સુટેવો નું વાવેતર કરી બાળ ગાંધી બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ.

આજની પ્રાર્થના  ગાંધીજીના  વિચારો આદર્શો અને મૂર્તિમંત કરવા માટે  ગામમાં જ યોજવામાં આવી  જેમાં ગ્રામજનો સામેલ થયા  તથા  બીજી ઓક્ટોબર ઉજવણી  નો હેતુ જન જન સુધી પહોંચે તેઓ  પ્રયત્ન કરવામાં  આવ્યો .એ માટે અમારી શાળાએ પણ ગાંધી ગુણગાનની સાથે કૌશલ્ય લક્ષી કેળવણી ના હેતુ અને પ્લાસ્ટિક મુક્ત ભારત ના સંકલ્પ સાથે વર્તમાનપત્રના કાગળ માંથી કાગળની થેલીઓ બનાવી બાળકોને ભેટ આપી. પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને આગળ ધપાવવાનું નાનકડું પગલું ભર્યું છે.  પોસ્ટર પણ બનાવાયા .આ માટે અગત્સ્ય ફાઉન્ડેશન તથા ગાંધી ફેલો એવા સાગરભાઇ અને ગુંજન બહેને ખુબ સુંદર પ્રવૃત્તિ કરાવી....

શિક્ષક મિત્રોએ આપી પ્રેરણા..

 પ્લાસ્ટિક મુક્ત ભારત દશરથસિંહ

  ફીટ ઇન્ડિયા મુમેન્ટ સમીરભાઈ

  સ્વચ્છતા હી સેવા અશ્વિનીબેન

 ગાંધીજીના અગિયાર વ્રતો વિશે સંગીતાબેન એ ખુબ સુંદર માહિતી સાથે પ્રેરણા આપી..

 મારા મિત્રો અદભુત વાક કૌશલ્ય ધરાવે છે તેનો આજે અનુભવ થયો...