અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

21 સપ્ટે, 2019

વાઘજીપુર શાળા ની સફળતાનું રહસ્ય


તિથિ... નહીં... પ્રીતિ ભોજન..



ઘણા મિત્રો હંમેશા એવું પૂછતા હોય છે કે તારી શાળામાં આટલા બધા દાતાઓ આવે છે ક્યાંથી??? અને હું સાહજિક એક જ ઉત્તર આપતો હોઉં છું ...વાઘજીપુર મારી શાળા ની જગ્યાએ અમારી શાળા બની ચૂકી છે ...
શ્રાવણ માસમાં સૌકોઈ સ્કૂલ જમાડે છે ,પરંતુ અમારા વાઘજીપુર ના યુવાનોએ નક્કી કર્યું છે કે વાઘજીપુર શાળાને એમના પગારની બચતમાંથી ભેગા થયેલા નાણા  થકી જાતે ભોજન બનાવીને પોતાના ભાઈ-બહેનોને જમાડવું.જે ગામના યુવાનો શિક્ષણ અને શાળા પ્રત્યે આટલો લગાવ હોય એ ગામ અને શાળા ચોક્કસ ઉન્નતિના શિખરે પહોંચે જ..આ તમામ યુવાનોએ શાળાને પોતીકી ગણીને જયારે  પણ શાળાની જરૂરિયાત ઊભી થાય જ્યારે અચૂક મદદ કરી છે..
 એમનો અપાર પ્રેમ અમારા માટે પ્રેરણાદાયી અને પ્રોત્સાહક બને છે અને અમારી શક્તિ માં વધારો કરી સતત આગળ વધવા માટે હિંમત પૂરી પાડે છે.
 બહુ ઓછી શાળાઓ હશે કે જે શાળાઓને ગામના યુવાનોએ આટલો સહકાર આપ્યો હશે...મને ગર્વ છે અમારા ગામનાં યુવાનો પર.....