અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

16 ઑક્ટો, 2019

વાઘજીપુર ની દીકરી શ્વેતાની જબરદસ્ત સંઘર્ષ સાફલ્ય ગાથા

એક પાઇલટ દીકરીની સંઘર્ષ સાફલ્ય ગાથા...

થોડા દિવસ પૂર્વે છાપાઓમાં ચમકી ભારતભરની દીકરીઓને પ્રેરણા અપાવે એવી અમારા વાઘજીપુર ની દીકરી શ્વેતા પોપટ સી ચૌહાણ કે જે હાલ ઓસ્ટ્રેલિયા મુકામે પ્રથમ મહિલા ભારતીય પાયલોટ બનીને દેશનું ગૌરવ વધારેલ છે આ દીકરી બે સંતાનો અને પરિવાર સાથે કેવી રીતે મુશ્કેલીઓનો અને ઉતાર ચઢાવ નો સામનો કરીને પાયલટ બની એની જબરદસ્ત સંઘર્ષ સાફલ્યગાથા એના જ અક્ષરોમાં વાંચવી એ પ્રેરણાદાયી પળ છે ..
નીચે આપેલી લિંક પર ક્લિક કરી આખી સાફલ્યગાથા  અચૂક વાંચશો
એક પાઇલટ દીકરીની જબરદસ્ત સંઘર્ષ સાફલ્ય ગાથા

9 ઑક્ટો, 2019

જીવન કૌશલ્ય વિકાસ વર્કશોપ





જીવન કૌશલ્ય વિકાસ ...

 સમસ્યાથી સમાધાન સુધી...

 વાઘજીપુર પ્રાથમિક શાળામાં વર્ગ 8 ના 23 વિદ્યાર્થીઓ સાથે જીવન કૌશલ્ય પર 3 કલાકની વર્કશોપ યોજવામાં આવે છે. આ વર્કશોપમાં, વિદ્યાર્થીઓ વર્ગખંડ, શાળા અને ગામની વિવિધ સમસ્યાઓ અથવા સમસ્યાઓ ઓળખે છે જે તેમને રોજિંદા જીવનમાં પરેશાન કરે છે. ત્યારબાદ, વિદ્યાર્થીઓને સમસ્યાઓનું મૂળ કારણ શોધવા માટે સુવિધા આપવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગામમાં વધુ પડતા તમાકુના વપરાશની એક સમસ્યા પસંદ કરી, જે તેઓ બધા કામ કરવા માંગતા હતા, પછી સમસ્યાને હલ કરવા માટેના વિચારો પર વિચારમંથન કરવા માટે તેમને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા. આ પ્રક્રિયા દરમિયાન, વિદ્યાર્થીઓ સહાનુભૂતિ, સંદેશાવ્યવહાર, જટિલ વિચારસરણી, નેતૃત્વ કુશળતા વગેરે જેવી વિવિધ જીવન કુશળતા શીખે છે

વર્કશોપ દરમિયાન લવ ઈન્ડિયાના સાથી અનિલ ભાઈ અને સમીરભાઇ (શિક્ષક) એ મને ટેકો આપ્યો. કુલદીપભાઇને પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની તક પૂરી પાડવા બદલ હું તેમનો આભાર માનું છું...

સાગર એન્ડ ગુંજન
ગાંધી ફેલો
કૈવલ્ય  એજ્યુકેશન ફાઉન્ડેશન

2 ઑક્ટો, 2019

ગાંધી વિચારોની વાવણી

ગાંધી વિચારોની વાવણી... જાળવણી... લણણી...

 ગાંધીજીના માત્ર વિચારોની વાતો કરવાથી કે કાર્યક્રમો કરવાથી હેતુ સાર્થક નહીં થાય.

ગાંધીજીએ વ્યક્તિ નથી, એક જીવન સંદેશ છે...

અમે આવનારી પેઢીમાં ગાંધીજીની સુટેવો નું વાવેતર કરી બાળ ગાંધી બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ.

આજની પ્રાર્થના  ગાંધીજીના  વિચારો આદર્શો અને મૂર્તિમંત કરવા માટે  ગામમાં જ યોજવામાં આવી  જેમાં ગ્રામજનો સામેલ થયા  તથા  બીજી ઓક્ટોબર ઉજવણી  નો હેતુ જન જન સુધી પહોંચે તેઓ  પ્રયત્ન કરવામાં  આવ્યો .એ માટે અમારી શાળાએ પણ ગાંધી ગુણગાનની સાથે કૌશલ્ય લક્ષી કેળવણી ના હેતુ અને પ્લાસ્ટિક મુક્ત ભારત ના સંકલ્પ સાથે વર્તમાનપત્રના કાગળ માંથી કાગળની થેલીઓ બનાવી બાળકોને ભેટ આપી. પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને આગળ ધપાવવાનું નાનકડું પગલું ભર્યું છે.  પોસ્ટર પણ બનાવાયા .આ માટે અગત્સ્ય ફાઉન્ડેશન તથા ગાંધી ફેલો એવા સાગરભાઇ અને ગુંજન બહેને ખુબ સુંદર પ્રવૃત્તિ કરાવી....

શિક્ષક મિત્રોએ આપી પ્રેરણા..

 પ્લાસ્ટિક મુક્ત ભારત દશરથસિંહ

  ફીટ ઇન્ડિયા મુમેન્ટ સમીરભાઈ

  સ્વચ્છતા હી સેવા અશ્વિનીબેન

 ગાંધીજીના અગિયાર વ્રતો વિશે સંગીતાબેન એ ખુબ સુંદર માહિતી સાથે પ્રેરણા આપી..

 મારા મિત્રો અદભુત વાક કૌશલ્ય ધરાવે છે તેનો આજે અનુભવ થયો...