અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

21 સપ્ટે, 2019

વાઘજીપુર શાળા ની સફળતાનું રહસ્ય


તિથિ... નહીં... પ્રીતિ ભોજન..



ઘણા મિત્રો હંમેશા એવું પૂછતા હોય છે કે તારી શાળામાં આટલા બધા દાતાઓ આવે છે ક્યાંથી??? અને હું સાહજિક એક જ ઉત્તર આપતો હોઉં છું ...વાઘજીપુર મારી શાળા ની જગ્યાએ અમારી શાળા બની ચૂકી છે ...
શ્રાવણ માસમાં સૌકોઈ સ્કૂલ જમાડે છે ,પરંતુ અમારા વાઘજીપુર ના યુવાનોએ નક્કી કર્યું છે કે વાઘજીપુર શાળાને એમના પગારની બચતમાંથી ભેગા થયેલા નાણા  થકી જાતે ભોજન બનાવીને પોતાના ભાઈ-બહેનોને જમાડવું.જે ગામના યુવાનો શિક્ષણ અને શાળા પ્રત્યે આટલો લગાવ હોય એ ગામ અને શાળા ચોક્કસ ઉન્નતિના શિખરે પહોંચે જ..આ તમામ યુવાનોએ શાળાને પોતીકી ગણીને જયારે  પણ શાળાની જરૂરિયાત ઊભી થાય જ્યારે અચૂક મદદ કરી છે..
 એમનો અપાર પ્રેમ અમારા માટે પ્રેરણાદાયી અને પ્રોત્સાહક બને છે અને અમારી શક્તિ માં વધારો કરી સતત આગળ વધવા માટે હિંમત પૂરી પાડે છે.
 બહુ ઓછી શાળાઓ હશે કે જે શાળાઓને ગામના યુવાનોએ આટલો સહકાર આપ્યો હશે...મને ગર્વ છે અમારા ગામનાં યુવાનો પર.....


9 સપ્ટે, 2019

શૈક્ષણિક પ્રવાસ ૬ સપ્ટેમ્બર ૨૦૧૯


દાનનો પ્રવાસ કે  પ્રવાસનુ દાન ....


દાતારી નું બીજું નામ વાઘજીપુર ગામ ...

વર્ષો પહેલા એક નિબંધ વાંચેલો...

 હૃદયને હાથ અલગ નથી ....

આજે જાણે ચરિતાર્થ  થતો જોવા મળે છે.
ગામના એક વડીલ શ્રી ...
રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ ચૌહાણ...
 તેમની વ્યવસાયીક કારકિર્દીમાં એક ખાનગી લક્ઝરી બસ ની ખરીદી કરી.એમની દિલ થી ઈચ્છા હતી કે શાળાના બાળકોને પોતાના ખર્ચે પ્રવાસ કરાવે ,અને પછી પૂછવું જ શું ...ત્રણ જ દિવસમાં આખા પ્રવાસ નું આયોજન થઈ ગયું.

વાઘજીપુર થી સરદાર સરોવર અને પોઇચા નીલકંઠ ધામ..

ગામનો એક એક વ્યક્તિ શાળાને પોતાની રીતે મદદ કરવા તત્પર રહે છે આ પ્રવાસ દાતા ની દાતારી સંદર્ભે હંમેશા યાદ કરવામાં આવશે ...
બાળકો સાથે ખૂબ આનંદની પળો સાથે.... આનંદ જ આનંદ...