વાઘજીપુર શાળા ખાતે યોજાયો અવિસ્મરણીય શાળા પ્રવેશોત્સવ....
ખેડા જિલ્લાની પુનિત પાવન ધરતી એવી ઉત્કંઠેશ્વર મહાદેવના સાનિધ્યમાં વસેલું નાનકડું ગામ વાઘજીપુર.. જે ગામ તેની નાનકડી સરકારી પ્રાથમિક શાળા ની પ્રવૃત્તિઓથી જગવિખ્યાત છે. આજરોજ બાલવાટિકા અને ધોરણ એકના બાળકો નો શાળા પ્રવેશોત્સવ યોજાયો. જેમાં સિંચાઈ વિભાગના ખેડા જિલ્લાના કાર્યપાલક ઇજનેર શ્રી અભિષેક રાવત સાહેબ ના હસ્તે આ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. શિક્ષણ પ્રેમી એવા રાવત સાહેબે આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એક ના પ્રવેશપાત્ર બાળકોને 15000 રૂપિયાની માતબર રકમની કીટ આપી પ્રોત્સાહિત કર્યા. તો ગામના સરપંચશ્રીની મદદથી દાતાશ્રી દિપકભાઈ સેવક દ્વારા આંગણવાડી થી લઈ આઠમા ધોરણ સુધીના તમામ બાળકોને ખૂબ ઊંચી ગુણવત્તાવાળી 160,000 ની માતબર રકમની પાણીની બોટલ ભેટ આપી. તથા NMMS માં પ્રથમ આવનાર દીકરીને 5100 રૂ. રોકડ રકમ ભેટ આપી. ગામના યુવાનો દ્વારા 6500 ની પ્રવેશોત્સવ કીટ 22 બાળકોને અપાઈ. ડો. વિરાજ બેન મુન્શા દ્વારા બાળકોને 50000 રૂપિયાની રકમના 1000 ચોપડાઓ દાનમાં આપ્યા... સાથે સાથે શાળાની તૈયાર થયેલા નવીન પાણીની પરબ માટે એક લાખ રૂપિયાની રકમનો આરો પ્લાન્ટ પણ દાતાશ્રી દ્વારા મોકલી આપવામાં આવશે. શાળાના સ્ટાફ દ્વારા શાળાના તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. વાઘજીપુર શાળાના વિકાસમાં યત્નશીલ એવા શાળા પરિવાર ને આ સફળતાનો શ્રેય જાય છે. માનનીય અધિકારીશ્રીને બાળકોને દાન આપવા પ્રેરનાર વાઘજીપુર ક્લસ્ટરના સીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી તથા લાયસન અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર... તથા સરપંચશ્રી,SMC ગ્રામજનો અને તમામ દાતાશ્રીઓનો પણ ખુબ ખુબ આભાર...