અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

15 ફેબ્રુ, 2024

મહુધા કૉલેજના NSS ના શિબિરાર્થીઓની શાળા મુલાકાત

 રાષ્ટ્રીય સ્વયંસેવા યોજના ના રાષ્ટ્ર સેવાના મંત્ર સાથે મહુધા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ અઠવાડિયાની શિબિર અર્થે વાઘજીપુર ગામમાં રોકાયેલ હતા તેમણે ગામમાં સ્વચ્છતા સામાજિક જાગૃતતા અને શિક્ષણ તથા સેવાના ઉમદા કાર્યો કર્યા હતા. તે સંદર્ભે તેમની ટીમે વાઘજીપુર શાળાની મુલાકાત લઇ વિવિધ સ્પર્ધાઓ યોજી હતી જીતનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવ્યા હતા મહુધા કોલેજના આચાર્યશ્રી ડો. કમલેશભાઈ દવે સાહેબે શાળાની પ્રવૃત્તિઓ બિરદાવી હતી.



માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે શાળા પ્રવૃત્તિઓને બિરદાવી

 વાઘજીપુર પે સેન્ટર શાળા ની અનોખી પ્રવૃત્તિઓ બિરદાવતા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોર સાહેબે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવા facebook instagram અને twitter પર ક્રાંતિકારી પરિવર્તન લાવનાર શાળા તરીકે પ્રોત્સાહિત કરી છે

માન.કુબેરભાઈ ડીંડોરની પોસ્ટ જોવા અહી ક્લીક કરો.