અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

8 ઑક્ટો, 2023

ડૉ.વિરાજ મુન્શાનો સન્માન સમારોહ

 વિરલ વ્યક્તિત્વ એવા ડૉ.વિરાજબેન મુન્શાનુ સન્માન..

વાઘજીપુર પે સેન્ટર શાળા તથા ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ અને ઠાસરા તાલુકાની 20 એક પ્રાથમિક શાળાઓને જરૂરિયાત મુજબ છેલ્લા ૬ વર્ષથી નિયમિત સ્માર્ટ ટી.વી,ગ્રીન બોર્ડ,ચોપડા,સ્વેટર,આર.ઓ પ્લાન્ટ,પંખા,થાળી સેટ, કંપાસ બોક્સ કીટ, વગેરે દાતાશ્રીઓ પાસેથી દાન એકત્ર કરી બાળકો અને શાળાઓને લાભાન્વિત કર્યા છે. એવા અદભુત,વિરલ વ્યક્તિત્વ ડો.વિરાજબેન મુન્શાનું આજરોજ વાઘજીપુર પે સેન્ટર શાળા ખાતે સન્માન પત્ર આપી સરપંચ શ્રી તથા અગ્રણી ગ્રામજનો તથા સ્ટાફની હાજરીમાં સન્માન કાર્યક્રમ યોજાયો. બેન શ્રી એ અત્યાર સુધી આશરે 80 લાખ રૂપિયાનું માતબર દાન શાળાઓ સુધી પહોંચાડ્યું છે. બેનશ્રીનો તમામ શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ. આજના રવિવારના દિવસે શાળામાં મોટી સંખ્યામાં હાજર રહી બાળકો એ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ બાળકોનો આભાર. સાથે સાથે રજા ના દિવસે વાઘજીપુર પે સેન્ટર શાળાનો સ્ટાફ હાજર રહ્યો તેમનો પણ ખૂબ ખૂબ આભાર.  વાઘજીપુર પે સેન્ટરમાંથી પધારેલ ફુલજીના મુવાડાના મુખ્ય શિક્ષક શ્રી વિષ્ણુભાઈ તથા નવાબોભા પ્રાથમિક શાળાના ધવલભાઈનો પણ આભાર... બેન શ્રી ને અપાયેલ ચાંદીની ભેટ માટે સહકાર આપનાર વાઘજીપુર પે સેન્ટરના તમામ આચાર્યશ્રીઓનો પણ આભાર.ગામમાંથી ઉપસ્થિત સરપંચશ્રી તથા પંચાયત સભ્યશ્રીઓ તમામનો શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.