આજરોજ વાઘજીપુર પે સેન્ટર શાળા ખાતે પ્રાર્થના સભામાં બાળકોને આપત્તિ સમયે કામમાં આવતા સાધનોની ઉપયોગીતા સાથે ડેમોસ્ટ્રેશન સાથે સમજ આપવામાં આવી.જેમાં માથાનું રક્ષણ કરતા હેલ્મેટનો ઉપયોગ,કરંટથી બચી શકાય તે માટે રબરના ગ્લબ્સ તથા ગમ શૂઝની સમજ આપવામાં આવી. તો ઊંચાઈ પરથી નીચે ઉતરતી વખતે સલામત રીતે સેફટી જેકેટ નો ઉપયોગ કરી નીચે કેવી રીતે ઉતરવું ,તેની પણ સમજ આપવામાં આવી. શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થી શુભમ ને તમામ સાધનો પહેરાવી પ્રાર્થના સભામાં ડેમોસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ.
ગુણોત્સવ ૨૦૨૩
વાઘજીપુર પે સેન્ટર શાળા ખાતે તારીખ 11 12 સપ્ટેમ્બર ને સોમ અને મંગળવારના રોજ માનનીય કિરીટભાઈ ડામોર સાહેબ વર્ગ-૨ આચાર્યશ્રી મળાદરા માધ્યમિક શાળા દ્વારા ગુણોત્સવ સંદર્ભે મુલાકાત કરવામાં આવી જેમાં સાહેબ શ્રી એ શૈક્ષણિક તથા ભૌતિક સુવિધાઓ નું નિરીક્ષણ કરી અંતે શાળા પરિવારને જરૂરી સૂચનો સૂચવ્યા.