વાઘજીપુર પે સેન્ટર શાળાનો ૧૨૩ માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી...
વાઘાજી પરમારની વિનંતી અને માન.સયાજીરાવ ગાયકવાડ સાહેબની પ્રેરણાથી વાઘજીપુર પે સેન્ટર શાળાની સ્થાપના તારીખ 01/09/1900 ના પવિત્ર પાવન દિવસે થયેલી. 123 વર્ષ ઘણીબધી પેઢીઓને જેણે જીવન માટે તૈયાર કરીને સક્ષમ બનાવ્યા છે. તે આપણી વ્હાલી પ્રાથમિક શાળાના જન્મદિવસની આજે ખુબ ઉત્સાહભેર ઉજવણી કરાઈ.કૅક માત્ર આનંદ ઉલ્લાસનું પ્રતિક બની.અમારા બાળકોએ ખુબ મૉજ કરી.શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો તથા વડીલોની પ્રેરક ઉપસ્થિતિ રહી . હિતેશભાઈ તથા બાદરસિંહ તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું.તો ડૉ.વિરાજબેન મુન્શાની પ્રેરણાથી ૧૧ નંગ સિલીંગ ફેન શેડ માટે રૂ.૩૩૦૦૦ ની માતબર રકમના આજે દાનમાં મળ્યા. આજનો દિવસ યાદગાર બનાવવા બદલ સ્ટાફ મિત્રો તથા ગ્રામજનો અને નાના ભૂલકાંઓનો આભાર...
વાઘજીપુર પે સેન્ટર શાળાનો અદનો સેવક. કુલદીપ સિંહ ચોહાણ.