વાઘજીપુરના યુવાઓએ ઉજવ્યો અનેરો સ્વાતંત્ર્ય દિન.....
આજની યુવા પેઢી વ્યસન અને ફેશન પાછળ પૈસા વેડફે છે,ત્યારે અમારા વાઘજીપુર ગામના યુવાનો સૌ કોઈ માટે પ્રેરણાદાયી બની રહ્યા છે.પોતાની આવકમાથી ચોક્કસ હિસ્સો કાઢી પાતાના જ ભાઈભાંડુળાના શિક્ષણ પાછળ ખર્ચી સાચો સ્વાતંત્ર્ય પર્વ ઉજવે છે.એવા સાચા શિક્ષણ ચિંતક ભાઈ શ્રી.. કૌશિકભાઈ,વીરસિંહ જીતુભાઈ,રાજુભાઈ, મેહુલભાઈ,હિતેશભાઈ મુકેશભાઈ એ રૂ.૨૦,૦૦૦/-(વીસ હજાર)ની કિંમતના સારી ગુણવત્તા વાળા પાણીના ૮ (આઠ)જગ, તથા બાળકોને ભોજન માટે ખુબ ઉપયોગી સારી ગુણવત્તા વાળી થાળી,વાડકી સેટ નંગ ૨૦૦ (બસો) શાળાને દાનમાં આપ્યા.શાળા પરિવાર આજના સ્વાતંત્ર્ય દિને યુવાનોના જુસ્સાને સલામ કરે છે....જય હિન્દ..