અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

17 ડિસે, 2019

ગૌરવ સહ કૃતજ્ઞતા...

આદરણીય,
 ગોવિંદભાઈ આર શાહ સાહેબશ્રી,
(કારોબારી સભ્યશ્રી કપડવંજ કેળવણી મંડળ) દ્વારા  લખાયેલ શ્રેષ્ઠ શૈક્ષણિક પુસ્તક....
 ""શ્રેષ્ઠ શિક્ષકો" ના પાને પ્રયોગોની પાઠશાળા ની પ્રવૃત્તિઓને સ્થાન આપી સમાજ સમક્ષ  એક શ્રેષ્ઠ શાળાના કામને બખૂબી મૂક્યું છે..

 શાળા પરિવાર સાહેબશ્રીનો કૃતજ્ઞતા સહ ઋણ સ્વીકાર કરે છે...







7 ડિસે, 2019

હૃદય  અને હાથ અલગ નથી ...

દાતાશ્રીઓ ના હૃદયમાં વસેલા અમારા ભૂલકાઓ       

ડો. વિરાજ મુન્શા હજુ ગયા અઠવાડિયે  સ્વેટર આપીને જતા જતા મેં આગળ ચર્ચેલી  આરો પ્લાન્ટ ની વાત સંદર્ભે
એટલું કહેતા ગયા કે....
" બહુ જલદી આરો પ્લાન્ટ શાળામાં આવી જશે"

માત્ર ત્રણ જ દિવસમાં દાતાશ્રીઓનો સંપર્ક કરી  50,000/- કિંમતનું ઇન્ડસ્ટ્રીયલ આરો પ્લાન્ટ શાળાના બાળકો માટે પીવાના શુદ્ધ પાણીની  ભેટરૂપે ગોઠવાઈ ગયું. અમને પણ ખબર નથી હોતી કે બહેન શ્રી શાળાના બાળકો માટે કંઈ કેટલાય દાતા શ્રી નો સંપર્ક સતત કરતા રહે છે અત્રે તમામ દાતાશ્રીઓનો નામોલ્લેખ કરી આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું..

 અભિષેકભાઈ પટેલ અને મિત્ર મંડળ ..
હિમાંશુભાઈ  પટેલ
બિજલબેન વ્યાસ અને
અન્ય દાતાશ્રીઓનો...

ડૉ.વિરાજ મુનશાનો અંતહકરણ પુર્વક આભાર સહ ઋણ સ્વીકાર....
 મેં પરમાત્માને જોયા તો નથી પરંતુ આ દાતાશ્રીઓ ના હૃદયમાં બિરાજમાન છે તેનું દર્શન અચુક કરું છું


3 ડિસે, 2019



બીજી શાળાના બ્લોગ ઉપર પ્રયોગોની પાઠશાળા ને સ્થાન.. ગૌરવ અને આનંદની ક્ષણ...

આ લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

શાળા ઝરમરમાં પ્રયોગોની પાઠશાળાને સ્થાન