અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

2 જુલાઈ, 2019



 એક છોડ એક વોટ....

 બાળ સંસદ ચૂંટણી 2019..અમે ઉમેદવારી ફોર્મ ભરાવી,શાળાની લોબીમાં દરેક ઉમેદવારનું નામ લખી, ઉમેદવારોને પોતાની જગ્યા પર ઉભા રાખી, બાળકોને તેમના નામ અને સ્થાન વિશે માહિતગાર કરી,  પછી  દરેક બાળકને એક એક છોડ આપીને ગમતા ઉમેદવારને છોડ મૂકી મત આપવાનું ગોઠવ્યું. જેથી વૃક્ષારોપણના સંદેશાની સાથે સાથે બાળ સંસદની ચૂંટણી પણ યોજાઈ.જેમાંથી ૨૩ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો.એમાંથી સૌથી વધુ છોડ મેળવનાર 12 વિદ્યાર્થીઓ બાળ સંસદ માં સામેલ થયા છે.

 એક છોડ એક વોટ.... એક નવો ચીલો ચાતરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતી આજની અમારી બાળ સંસદ ની ચૂંટણી યાદગાર રહેશે....

 ધોરણ આઠ નો દીકરો ...અતુલ... બન્યો અમારી બાળ સંસદ 2019 નો અધ્યક્ષ...