અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

19 જુલાઈ, 2019

અમારા ગણિત-વિજ્ઞાન વિષયના ઉત્સાહી એવા  અશ્વિની બેને શાળા ખાતે વિકસાવી અલાયદી ગણિત વિજ્ઞાન પ્રયોગશાળા

ઇકોલોજિકલ સેનિટેશન ઉદ્ઘાટન


વાર્તા રે વાર્તા ....

દાનની વાર્તા ....

અમારી જ્ઞાન પરબમા વાર્તાનો ખજાનો ભરાણો ..
અમદાવાદ સારવાર મંડળ દ્વારા ડો વિરાજ મુન્શા ની પ્રેરણાથી વાઘજીપુર પ્રાથમિક શાળા ને સુંદર મજાની વાર્તાઓના 104 પુસ્તકો મળ્યા.અને એટલી બારીકાઇથી એ પુસ્તકોની પસંદગી થયેલી છે કે કદાચ હું  પણ આટલું જીણવટપૂર્વક ખરીદી ન શકું.વાર્તાઓની ચોપડીઓ જોઈ બાળકોના ચહેરા પર આનંદ જ આનંદ...
આભાર દાતાશ્રીઓનો.... અમારી જ્ઞાન પરબ સફળ થઇ રહી છે



શાળાએ વિકસાવી પોતાની આગવી પ્રયોગપોથી જેમાં બાળ વૈજ્ઞાનિકો ની  કલ્પનાઓને પ્રયોગો થકી સાકાર કરવામાં આવશે

9 જુલાઈ, 2019

અનુભવ દ્વારા શિક્ષણ

Learning by doing

 ધોરણ 5 ના વર્ગ શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ દ્વારા ગણિત વિષયમાં આવતા એકમ....આપણું  રાષ્ટ્રીય ફળ કેરી... નો પાઠ આંબાવાડિયામાં જઈને કેરીઓ ખવડાવતા ખવડાવતા શીખવવામાં આવ્યો ...
આંબાવાડિયા ના માલિક એ બાળકો માટે કેરીઓ પ્રેમપૂર્વક આપી...

અનુભવ દ્વારા શિક્ષણ

Learning by doing

ધોરણ 5 ના વર્ગ શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ દ્વારા ગણિત વિષયમાં આવતા એકમ....આપણું  રાષ્ટ્રીય ફળ કેરી... નો પાઠ આંબાવાડિયામાં જઈને કેરીઓ ખવડાવતા ખવડાવતા શીખવવામાં આવ્યો ...
આંબાવાડિયા ના માલિક એ બાળકો માટે કેરીઓ પ્રેમપૂર્વક આપી...

4 જુલાઈ, 2019

પ્રોફેશનલ બાળમેળો 2019

           
   


     લાઈફ સ્કીલ બાળમેળામાં અંતર્ગત પ્રયોગોની પાઠશાળા એવી વાઘજીપુર પે.સેન્ટર શાળા ખાતે આજે તારીખ ચોથી જુલાઈ 2019 ને ગુરુવાર ના રોજ એક અનોખા પ્રોફેશનલ લાઈફ સ્કીલ બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું..
       લાઈફ સ્કીલ બાળમેળાનો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે બાળકોમાં જીવન કૌશલ્ય નો વિકાસ થાય અમે પણ એ દિશામાં પ્રયત્ન કરો શિક્ષણ પૂર્ણ કર્યા બાદ બાળકો વ્યવસાયિક કારકિર્દીમાં આગળ વધતા હોય છે. બસ એ વ્યવસાય કારકિર્દી શોધવા માટે અને સફળ થવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે આજના બાળમેળા એ મારા બાળકોને સારી રીતે શીખવી દીધું છે

આ બાળ મેળા અંતર્ગત અમે 12 જેટલા ખાણીપીણીના સ્ટોલ ઉભા કર્યા હતા.જેમકે દાબેલી ,પફ ,ખીચુ ,ભૂંગળા બટાકા ,વડાપાવ ,પાણીપુરી ,સ્પેશ્યલ ચા ,મસાલા છાશ ,લીંબુ શરબત ,દહી ઢેબરા વગેરે ....
આ બાળમેળાનું સમગ્ર આયોજન સંચાલન મહારાષ્ટ્રના બે બહેનો સંગીતાબેન અને અશ્વિની બેને ખુબ રસ લઈને સફળતાપૂર્વક કર્યું એનો અનહદ આનંદ સાથે સાથે બાળકોએ પણ જેથી વાનગી માટે શું શું વસ્તુઓ જરૂર પડશે કેટલી માત્રામાં જરૂર પડશે વધારી બેસ્ટ ફૂલ બનાવવા માટે શું કરવું ભાવ કેટલો રાખવો અને ગ્રાહકોને પોતાના વ્યવસાય તરફ કેવી રીતે આકર્ષવા તે ખૂબ સુંદર વિશે અનુભવ સૌથી વધારે આનંદ એ વાતનો છે કે આવક-જાવકનો સાંજે હિસાબ મારવામાં આવ્યો ત્યારે ખબર પડી કે સરેરાશ 500 રૂપિયા જેટલું નફો તેમને થયો છે આ 500 રૂપિયા એ વ્યવસાય જીવનની સૌથી મોટી સફળતા અને પ્રેરણા....


 આ બાળમેળા ને જીવંત જોવા માટે નીચેની લીંક પર ક્લીક કરશો

પ્રોફેશનલ બાળમેળાની જીવંત ક્ષણો

2 જુલાઈ, 2019



 એક છોડ એક વોટ....

 બાળ સંસદ ચૂંટણી 2019..અમે ઉમેદવારી ફોર્મ ભરાવી,શાળાની લોબીમાં દરેક ઉમેદવારનું નામ લખી, ઉમેદવારોને પોતાની જગ્યા પર ઉભા રાખી, બાળકોને તેમના નામ અને સ્થાન વિશે માહિતગાર કરી,  પછી  દરેક બાળકને એક એક છોડ આપીને ગમતા ઉમેદવારને છોડ મૂકી મત આપવાનું ગોઠવ્યું. જેથી વૃક્ષારોપણના સંદેશાની સાથે સાથે બાળ સંસદની ચૂંટણી પણ યોજાઈ.જેમાંથી ૨૩ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો.એમાંથી સૌથી વધુ છોડ મેળવનાર 12 વિદ્યાર્થીઓ બાળ સંસદ માં સામેલ થયા છે.

 એક છોડ એક વોટ.... એક નવો ચીલો ચાતરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતી આજની અમારી બાળ સંસદ ની ચૂંટણી યાદગાર રહેશે....

 ધોરણ આઠ નો દીકરો ...અતુલ... બન્યો અમારી બાળ સંસદ 2019 નો અધ્યક્ષ...