અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

29 મે, 2019

વાઘજીપુર શાળા બની ભારતની પહેલી ઇકો સેન ધરાવતી શાળા

ઇકો સેન મોડેલ
ઇકોલોજિકલ સેનિટેશન એ આજના યુગનો એક ખૂબ જરૂરી કન્સેપ્ટ છે આપણે સૌ જાણીએ છીએ કે પાણીનો સ્ત્રોત દિવસેને દિવસે ઘટી રહ્યો છે આ પાણીનો બહુવિધ ઉપયોગ કેવી રીતે કરવો એ આપ મોડેલ ખૂબ સારી રીતે આપણે સૌને સમજાવે છે બતાવ વપરાયેલું પાણી એકથી વધુ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે આ પ્રોજેક્ટ નો લાઇવ વિડિયો જોવા આપ નીચેની લિંક ક્લિક કરી શકો છો

https://youtu.be/BS_LLotAk4M



18 મે, 2019

ઇકો ફ્રેન્ડલી બાથરૂમ

પ્રયોગોની પાઠશાળામાં ગુજરાતના શ્રેષ્ઠ આર્કિટેક્ચર તથા વિશ્વની જાણીતી આર્કિટેક્ચરલ સ્કૂલ પેરિસમાં  અભ્યાસ કરીને આવેલા મિસ્ટર નો હા તથા કલકત્તાના જાણીતા આર્કિટેક શ્રીમતી સંગીતાબેન કપૂર અને ટીમે આજે ખૂબ મહેનત કરી એક જોરદાર યુરીનલ ડિઝાઇન બનાવી છે.

 આજે દિવસ દરમિયાન એની મહેનત નો હું સાક્ષી રહ્યો છું. એક આર્કિટેક કોઈપણ ઇમારતના બાંધકામ માટે કેટલા પાસાઓ વિચારે છે, અને એને આખરી ઓપ આપે છે.એ આજે મેં જાતે અનુભવ્યું છે.
 મારા બાળકો એ પણ આ નવયુવાન સ્થપતિ ને કામ કરતા નિહાળી ને પ્રેરણા મેળવી છે...