અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

3 માર્ચ, 2019

સચિત્ર સંસ્કૃત શબ્દકોશ
આપણે આપણી શાળાના ધોરણ ૬ થી ૮ ના બાળકોને રોજિંદા જીવનવ્યવહારમાં વપરાતી વસ્તુઓના અંગ્રેજી નામ પૂછીશું તો કદાચ તેઓ જવાબ આપી શકશે , પરંતુ તે વસ્તુઓના સંસ્કૃત નામ પૂછીશું તો તેઓ જવાબ નહીં આપી શકે. તે માટે મારા એક મિત્ર પ્રિતેશભાઈ સોની પાસેથી એક સુંદર સચિત્ર શબ્દકોશ સંસ્કૃતનો મળ્યો જેમાંથી અમે શાળામાં શૈક્ષણિક બેનરો પણ બનાવડાવ્યા છે.એ આખો સચિત્ર શબ્દકોશ અહીંયા આપના બાળકો માટે હું ઉપલબ્ધ કરું છું.

 આશા રાખું છું કે વર્ગખંડમાં બાળકો ને વ્યવહારુ ઉપયોગમાં મદદરૂપ બનશે ...

સચિત્ર સંસ્કૃત શબ્દકોશ

1 માર્ચ, 2019

શૈક્ષણિક બેનરો થકી શાળા બની જ્ઞાન દાયિની

લખેલું વંચાય એ ન્યાયે શાળા પરિસર માં વાઘજીપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી નાં દાન માંથી શાળાએ લગાવ્યા ૨૪ શૈક્ષણિક બેનરો .જે શાળામાં પ્રવેશવાના રસ્તા ની બંને બાજુ લાઘેલા છે .જેમાં ભારતીય સંસ્કૃતિ ,ગુજરાતી ,ગણિત ,વિજ્ઞાન ,અંગ્રેજી ,સામાજિક વિજ્ઞાન ,હિન્દી ,સંસ્કૃત એમ તમામ વિષયનાં તથા ભારતના એવોર્ડ ,સ્વચ્છતા ,સંસ્કારલક્ષી બેનરોએ આખા ગુજરાતની શાળાઓને પ્રેરણા આપી છે .