અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

4 જાન્યુ, 2019

જ્ઞાનકુંજ વર્ગમાં એક જુદા ક્ષેત્રની ચર્ચા ....

પ્રયોગોની પાઠશાળા એવી વાઘજીપુર પે.સેન્ટર શાળા તાલુકો કપડવંજ જિલ્લો ખેડા

જ્ઞાનકુંજ વર્ગ માં એક અદ્વિતીય કાર્યક્રમ યોજ્યો...જેનું નામ છે

ગ્રાફિક્સ અને એડવર્ટાઇઝિંગના ક્ષેત્રમાં એક ડોકિયું...

 ખેડા જિલ્લા મા ગ્રાફિક ડિઝાઇન અને એડવર્ટાઇઝિંગના ક્ષેત્રે બહુ મોટું નામ ધરાવતા એવા
એ.વી ગ્રાફિક્સ કપડવંજના ગ્રાફિક ડિઝાઇનર શ્રી વિજય ભાઈ  યાદવે વાઘજીપુર પે.સેન્ટર શાળાના ધોરણ ૬ થી ૮ ના બાળકોને સ્ક્રીન પ્રિન્ટિંગ,ઓફસેટ પ્રિન્ટીંગ,બેનર ગ્રાફિક્સ,કંકોત્રી પ્રિન્ટિંગ,બટર કોપી,બૅનર પ્રિન્ટિંગ કાર્ડ પ્રિન્ટિંગ વિશે ખૂબ ઉંડાણપૂર્વકની સમજ આપી.સાથે સાથે આ ક્ષેત્રમાં રહેલી કારકિર્દીની ઉજ્જવળ તકો વિશેની પણ માહિતી આપી.

વર્ગ શિક્ષણથી થોડે દૂર જઇ કારકિર્દી શિક્ષણ અને કૌશલ્ય લક્ષી શિક્ષણ તરફ બાળકોને પ્રેરવાનો આ અમારો નવતર પ્રયોગ બાળકો માટે ખૂબ લાભદાયક નીવડશે...