પ્રયોગોની પાઠશાળા ....
વાઘજીપુર પે.સેન્ટર શાળા શરૂ કરી રહી છે ત્રણ નવી ઇનોવેટિવ એક્ટિવિટી ...
જેમાં....
પહેલું છે સ્પેલિંગ ઓફ ધ ડે..
જે અંતર્ગત એક બોર્ડ બનાવવામાં આવ્યું છે જેમાં દરરોજ બાળકો ધોરણ 5 સ્પેલિંગ તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથે....
બીજું છે ઊંધી એકડી...
બાળકોને એક થી સો ક્રમમાં બોલાવવામાં આવે જો બાળક સરળતાથી બોલે છે પરંતુ તેમાંથી કોઈ એક અંક પૂછવામાં આવે તો તે અવઢવમાં મુકાઇ જાય છે કારણ માત્ર એક છે કે તેની અંકો ની સંકલ્પના સ્પષ્ટ થઇ નથી બસ તેના માટે થઈને ઊંઘી એકડી નો વિચાર આવ્યો...
ત્રીજું છે બારાક્ષરી મશીન...
બાળકોને આનંદમય રીતે વાંચતા કરવા માટે કઈ રીતે બારાક્ષરી શીખવવી તે માટે ફેસબુક પર એક શાળા પાસેથી પ્રેરણા મેળવી મેં પણ બનાવી દીધું બારાક્ષરી મશીન...
આપના અમૂલ્ય સૂચનો અનિવાર્ય છે
અનુભવલક્ષી જ્ઞાનની દિશામાં....
અભ્યાસક્રમ સંદર્ભે ટી.એલ.એમ બનાવવાની સ્પર્ધાની તૈયારી.....ધોરણ ૪ માં જયેશભાઈ પટેલ દ્વારા અભ્યાસક્રમના કેટલાક નમૂનાઓ તૈયાર થયા બાળકોને ખુબ મજા આવી , કારણકે આ નમૂનાઓ બાળકોએ ઘરેથી જાતે બનાવ્યા છે...