અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

26 જુલાઈ, 2018

smc exposer visit 26/7/18

પ્રયોગોની પાઠશાળા...

એસએમસી એક્સપોઝર વિઝિટ...

જમણી પ્રાથમિક શાળા તાલુકો કઠલાલ..
આજ રોજ જમણી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા એસએમસી સભ્યોએ શાળાની મુલાકાત લીધી.તેમણે શાળાના તમામ વર્ગોની માહિતી મેળવી તથા શાળાએ કરેલી અનોખી પ્રવૃત્તિઓની ફાઇલો પણ ચેક કરી અને શાળાના બાળકો સાથે સંવાદ પણ કર્યો.ગર્વ એ વાતનું છે કે આજે અમારી શાળા જિલ્લાને રાજ્યના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે

23 જુલાઈ, 2018

smc exposer visit 23/7/18

પ્રયોગોની પાઠશાળા...
એસએમસી એક્સપોઝર વિઝિટ.
1 જીતપુરા પ્રાથમિક શાળા તાલુકો કઠલાલ
2 બાપુનગર પ્રાથમિક શાળા તાલુકો કઠલાલ
બંને શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી અને જાગૃત એસએમસી સભ્યોએ શાળાની તમામે તમામ બાબતોને ચકાસી તથા વર્ગ નિરીક્ષણ કરી બાળકોને પણ પ્રશ્નો પૂછી અને શાળા વિશે માહિતી મેળવી...તેમણે શાળાની એક એક પ્રવૃત્તિ વિશેની ઉંડાણપૂર્વકની માહિતી મેળવ્યા બાદ શાળા પરિવાર તથા ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા અને શાળાને દાન પણ આપ્યું..

13 જુલાઈ, 2018

પ્રયોગોની પાઠશાળા...
વાઘજીપુર શાળાની મુલાકાતે 12/7/18 પાંચ શાળાઓએ એસએમસી એક્સપોઝર વિઝિટ લીધી..
1.મુખ્ય કુમાર શાળા કપડવંજ
2.બ્રાન્ચ શાળા નંબર 3 કપડવંજ
3.દાસલવાડા પે સેન્ટર શાળા કપડવંજ
4.તોરણા કુમાર પે.સે.શાળા કપડવંજ
5.માલ ઇટાલી પે સેન્ટર શાળા કપડવંજ
પાંચેય શાળાના મુખ્ય શિક્ષક શ્રી અને એસએમસી સભ્યોનો દિલથી આભાર માનું છું તેમણે મુલાકાત બાદ શાળાને દાન આપ્યું..
વાઘજીપુર શાળાની તમામ નવીન પ્રવૃત્તિઓને બિરદાવી અને સ્ટાફને ખૂબ સન્માન આપ્યું સાથે ગ્રામજનોને પણ આટલું મોટું દાન આપવા બદલ ધન્યવાદ પાઠવ્યા અને શાળાને ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધે તે માટે શુભેચ્છાઓ પાઠવી...


 પ્રયોગોની પાઠશાળા...
વાઘજીપુર પે સેન્ટર શાળાની આજે ta 13/7/18  જુદી જુદી ચાર શાળાઓએ એસએમસી એક્સપોઝર વિઝિટ લીધી..

1.જાલભાઈની મુવાડી પ્રાથમિક શાળા તાલુકો મહેમદાવાદ..

2.બિલીયાની મુવાડી પ્રાથમિક શાળા તાલુકો મહેમદાવાદ..

3.પીપળીયા પ્રાથમિક શાળા તાલુકો કઠલાલ...

4.ભગવાનપુરા પ્રાથમિક શાળા તાલુકો કપડવંજ...

ઉપરોક્ત ચારેય શાળાના આચાર્યશ્રી તથા એસએમસી સભ્યોએ શાળાની દરેકે દરેક પ્રવૃત્તિઓ વિશેની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી સાથે સાથે  વર્ગ નિરીક્ષણ પણ કર્યું અને બાળકો સાથે સાહજિક ચર્ચા પણ કરી..


છેલ્લે આચાર્યશ્રીઓએ શાળાને દાન પણ આપ્યું.શાળા પરિવારે તમામ શાળાઓના મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો...


 પ્રયોગોની પાઠશાળા...
ગોકળપુરા પ્રાથમિક શાળા તાલુકો મહેમદાવાદે 11/7/18 એસએમસી એક્સપોઝર વિઝિટ માટે અમારી શાળા પસંદ કરી...

મારી શાળા આજે જે જગ્યાએ પહોંચી છે ત્યાં પહોંચાડવા બદલ હું સૌથી પહેલા મારા ગ્રામજનો અને મારા તમામ સ્ટાફનો આભાર માનું છું...મને એક વાત કહેતા ગર્વ થાય છે કે આજે મારી શાળા બીજી શાળાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે અને એસએમસી એક્સપોઝર વિઝિટ માટે જુદી જુદી શાળાઓ મારી શાળા ખાતે આવી રહી છે હું એ તમામ શાળાઓને દિલથી આવકારું છું...ગોકળપુરા પ્રાથમિક શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી મયુરસિંહ ગોહિલ સાહેબ અને એસએમસીના સભ્યશ્રીઓ એ પણ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો..શાળાની અતથી ઇતિ સુધીની તમામ બાબતોની જાણકારી મેળવી તથા શાળાએ આજ દિન સુધી કરેલી તમામ પ્રવૃત્તિઓની નોંધ ચકાસી અને શાળાના બાળકો સાથે પણ ચર્ચા કરી..વાઘજીપુર શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી ભીમસિંહ ચૌહાણ સાહેબની ઉપસ્થિતિમાં ગામ તરફથી શાળાને મળેલ આજદિન સુધીના દાન બદલ તેઓએ ખાસ અભિનંદન પાઠવ્યા..અંતે મારા તમામ સ્ટાફને બોલાવી તેમણે જાહેર સન્માન આપ્યું...છેલ્લે ગોકળપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વાઘજીપુર શાળાને દાન પણ આપ્યું...વાઘજીપુર શાળાની અનોખી પ્રવૃત્તિઓની મહેક ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની પ્રાથમિક શાળાઓ સુધી ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી મૂકતા હું ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું...

8 જુલાઈ, 2018

પ્રયોગોની પાઠશાળા..

સેન્ડ ટ્રે...

રેતીયા અક્ષરો કાઢવાની આ પદ્ધતિ બહુ જૂની પણ આજના તબક્કે સાવ ખોવાઈ ગયેલી..ધોરણ 1 માં પ્રવેશ લેનાર બાળકોને આપણે જુદી જુદી રીતે માં મૂળાક્ષરો શીખવીએ છીએઅને અંક શીખવીએ છીએ..પણ આજે ધોરણ એકમાં પ્રવેશ લેનાર બાળકોને સીધા પેન પાટી પકડાવી દેવામાં આવે છે અને ઘૂંટવાની  જગ્યાએ નોટબુકમાં વારંવાર લખાવાની મથામણો શરૂ થઈ જાય છે..ઘણીવાર બાળકો આ પ્રક્રિયાથી ખૂબ કંટાળી જઈ મૂળાક્ષરો અને અંક લખવાનું ટાળતાં જણાયા છે...
બસ આ સમસ્યાને લઇ હું એને કેવી રીતે રસપ્રદ બનાવી શકું તેની શોધમાં હતો અને મળી મને સેન્ડ ટ્રે...એક મોટી ત્રણ ફૂટ બાય દોઢ ફૂટની લોખંડની ટ્રે બનાવવામાં આવી જેમાં ચરાયેલી રેતી ભરી દેવામાં આવી...બસ પછી બાળકોને એ રેતી પર જુદા જુદા આકાર અને ચિત્રો દોરવા લીટીઓ દોરવા આડી ઊભી રેખાઓ દોરવા માટે કહેવાયુ...રમત સાથે શિક્ષણ માટેનો આ અમારો સફળ પ્રયત્નો આપ પણ આપની શાળામાં અપનાવી શકશો....


 રાજ્યની શ્રેષ્ઠ શાળાઓ માની એક એવી નવા નદીસર પ્રાથમિક શાળા નિહાળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું...

નવા નદિસર પ્રાથમિક શાળાના અથાક પ્રયત્નોની સુવાસે વાઘજીપુર પે સેન્ટર શાળાને આકર્ષી...

શ્રેષ્ઠ એસએમસીની એક દિવસીય એક્સપોઝર વિઝિટ નવા નદીસર પ્રાથમિક શાળા ખાતે..

ચોમાસાના ભરપૂર વરસાદમાં મક્કમ મને વાઘજીપુર શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ આજે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની નવા નદીસર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી..શાળાના આસિસ્ટન્ટ શિક્ષક એવા ગોપાલભાઇ પટેલના ટેલિફોનિક સંપર્કથી શાળા સુધી પહોંચાયુ...મનોરમ્ય શાળા પરિસર..શાળામાં પ્રવેશતા જ શ્રેષ્ઠ શાળા થકી વ્યક્તિત્વ ઘડતર અને વ્યક્તિત્વ ઘડતર થકી રાષ્ટ્ર ઘડતરના ધ્યેય મંત્રને વરેલી એવી શ્રેષ્ઠ શાળા નવા નદીસર ના પ્રાંગણમાં પ્રવેશતા જ મુખમાંથી ઓહો...સાહજિક શબ્દો સૌના મુખેથી ઉચ્ચાર્યા...શાળાનું અત્યાધુનિક નવિન મકાન...છ વિઘાના વિશાળ જમીન ક્ષેત્રમાં પથરાયેલી શાળા અને નયનરમ્ય બગીચો તથા શાળાની પ્રવૃત્તિઓનો ધો તક શાળાનો એક એક ખૂણો..એ પછી ભૂલભૂલામણી હોય..વોટર ક્લોરીન પ્લાન્ટ હોય...ઇન્સ્પાયર એવોર્ડ ના જીવંત નમૂનાઓ હોય...બાળા પ્રોજેક્ટ...ગ્રીન સ્કૂલ કમ્પાઉન્ડ હોય...હાથ ધોવાના જુદી જુદી ઊંચાઇના નળ હોય  કે મુતરડી હોય સર્વત્ર નવીનતા જોવા મળી..પ્રજ્ઞા વર્ગોને પ્રજ્ઞાના વિષય રંગો મુજબ ફાળવણી અને ભીંત પર અર્થગ્રહણ યુક્ત ચિત્રોની સજાવટ..હાજરી ધ્વજ હોય કે ભાષાની ભીંત હોય..જીવન ઘડતર ટુકડી હોય કે રોક સ્ટાર પ્રવૃત્તિ હોય...અને આચાર્ય શ્રી રાકેશભાઇ પટેલની ઓફિસમાં રહેલી વોલ ઓફ સક્સેસ શાળાને અત્યાર સુધી મળેલા તમામ એવોર્ડ્સની સુંદર સજાવટ...એ તમામ નવા નદીસર પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રોએ દિલ રેડીને કામ કર્યું છે તેનો જીવતો પુરાવો...બસ એક વસવસો રહી ગયો શાળાને આટલે સુધી પહોંચાડવાના જેની સૌથી મહત્વની ભૂમિકા છે એવા આચાર્ય શ્રી  શ્રેષ્ઠ શિક્ષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી રાકેશભાઇ પટેલને રૂબરૂ મુલાકાત ન થઇ શકી...સમય મળે એક વાર રૂબરૂ આ શાળાની મુલાકાત લેવા નમ્ર વિનંતી


                         પ્રયોગોની પાઠશાળા...
ગોકળપુરા પ્રાથમિક શાળા તાલુકો મહેમદાવાદે આજે એસએમસી એક્સપોઝર વિઝિટ માટે અમારી શાળા પસંદ કરી...

મારી શાળા આજે જે જગ્યાએ પહોંચી છે ત્યાં પહોંચાડવા બદલ હું સૌથી પહેલા મારા ગ્રામજનો અને મારા તમામ સ્ટાફનો આભાર માનું છું...મને એક વાત કહેતા ગર્વ થાય છે કે આજે મારી શાળા બીજી શાળાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે અને એસએમસી એક્સપોઝર વિઝિટ માટે જુદી જુદી શાળાઓ મારી શાળા ખાતે આવી રહી છે હું એ તમામ શાળાઓને દિલથી આવકારું છું...ગોકળપુરા પ્રાથમિક શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી મયુરસિંહ ગોહિલ સાહેબ અને એસએમસીના સભ્યશ્રીઓ એ પણ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો..શાળાની અતથી ઇતિ સુધીની તમામ બાબતોની જાણકારી મેળવી તથા શાળાએ આજ દિન સુધી કરેલી તમામ પ્રવૃત્તિઓની નોંધ ચકાસી અને શાળાના બાળકો સાથે પણ ચર્ચા કરી..વાઘજીપુર શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી ભીમસિંહ ચૌહાણ સાહેબની ઉપસ્થિતિમાં ગામ તરફથી શાળાને મળેલ આજદિન સુધીના દાન બદલ તેઓએ ખાસ અભિનંદન પાઠવ્યા..અંતે મારા તમામ સ્ટાફને બોલાવી તેમણે જાહેર સન્માન આપ્યું...છેલ્લે ગોકળપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વાઘજીપુર શાળાને દાન પણ આપ્યું...વાઘજીપુર શાળાની અનોખી પ્રવૃત્તિઓની મહેક ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની પ્રાથમિક શાળાઓ સુધી ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી મૂકતા હું ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું...


વાઘજીપુર પે સેન્ટર શાળાની અનોખી શૈક્ષણિક પ્રવૃત્તિઓથી અપાયું નવું નામ...શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે શિક્ષણ પ્રક્રિયાને રસમય બનાવવા માટે શાળાએ કરેલા પ્રયોગો પરથી અપાયું નવું નામ...આજથી વાઘજીપુર પે સેન્ટર શાળા નવા નામે ઓળખાશે..જેનું બોર્ડ લાગશે આજથી શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર પર...

પ્રયોગોની પાઠશાળા...