અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

28 જૂન, 2018

વાઘજીપુર પે સેન્ટર શાળા...

વિદ્યારંભ સંસ્કાર અને દીક્ષા સંસ્કાર..

ધોરણ  1 માં નવો પ્રવેશ મેળવેલ બાળકોને ગાયત્રી પરિવાર કપડવંજ તરફથી વિદ્યારંભ સંસ્કાર ભારતીય સંસ્કૃતિ મુજબ સંપૂર્ણ વિધિવિધાન સાથે આપવામાં આવ્યા...

તો ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકોને દીક્ષા સંસ્કાર આપવામાં આવ્યા..
ભારતીય સંસ્કૃતિના ભૂલાયેલા સોળ સંસ્કારો માંના આ બે સંસ્કારો શિક્ષણની ધરોહર છે...

આ પ્રસંગે ગાયત્રી પરિવાર વતી ઉપસ્થિત એવા જશુભાઇ પ્રજાપતિ સાહેબે ધોરણ એકના તમામ બાળકોને પેન પાટી આપી રીતસર ઓમના લેખન દ્વારા વિદ્યારંભ સંસ્કાર ની શરૂઆત કરી..તેમણે ભારતીય સંસ્કૃતિ અને આ બંને સંસ્કારોનું મહત્વ સમજાવતા માતા પિતા અને ગુરુજનોનો આદર કરવો જોઇએ તેમ પણ સમજાવ્યું..ખૂબ લાંબા સમય પછી આ બંને સંસ્કારોને જીવંત થતાં જોઈ આનંદ અને ગર્વની લાગણી થઈ આવી...

મારી શાળામાં વિધિપૂર્વક અપાયેલ આ બંને સંસ્કારો પામતા બાળકો ખૂબ ખૂબ ખુશ થયા...

આ તબક્કે હું ગાયત્રી પરિવારની આ ઉમદા વિચારસરણીને બિરદાવુ છું તથા અન્ય શાળાઓમાં પણ આ પ્રવૃત્તિ તેઓ દર વર્ષે યોજે તેવી આશા રાખું છું...
આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત એવા એસએમસી અધ્યક્ષ શ્રી ભીમસિહ ચૌહાણ  તથા ગાયત્રી પરિવારના જશુભાઇ પ્રજાપતિ સાહેબનો ખાસ આભાર વ્યક્ત કરું છું

અનોખો લાઈફ સ્કીલ બાળમેળો
વાઘજીપુર પે સેન્ટર શાળા..

યોજયો અનોખો લાઈફ સ્કીલ બાળમેળો

બાળકોને જીવન કૌશલ્યનું જ્ઞાન મળી રહે અને જુદા જુદા વ્યવસાયિક ક્ષેત્રોનો પરિચય મળી રહે તે હેતુથી વાઘજીપુર પે સેન્ટર શાળા બાળમેળો અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું..

જેમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ કાબેલ વ્યવસાયકારો દ્વારા કરાવવામાં આવી

1.પ્રોફેશનલ ફોટો શૂટિંગ અને મૂવી મેકિંગ

તુલસી ડિજિટલ ફોટો સ્ટુડિયો છીપડીના સંચાલક શ્રી ભરતસિંહ ઝાલા અને લાલસિંહ ઝાલાના સહકારથી બાળકોને પ્રોફેશનલ ફોટો શૂટિંગ અને મૂવી મેકિંગની તથા ફોટો શૂટિંગમાં વપરાતા તમામ સાધનોની કાર્ય પદ્ધતિની સમજ આપી સાથે સાથે ફોટો શૂટિંગનો લ્હાવો પણ આપ્યો અને ફોટો શૂટીંગ ક્ષેત્રે રહેલી કારકિર્દીનો સુંદર પરિચય આપ્યો

2.પ્રોફેશનલ ટેઈલરીંગ

આજે પ્રોફેશનલ ટેલરિંગનો વ્યવસાય ખૂબ ફૂલો ફાલ્યો છે.કપડવંજના જાણીતા લેડીઝ ટેલર એવા અમીતભાઇ પંચાલ (અંબર  ફેશન )એ શાળાના દીકરા દીકરીઓને બ્લાઉઝ અને ડ્રેસ બનાવવા માટે મેઝરમેન્ટ,કટિંગ,સિલાઇ કામના જીવંત નમૂનો આપી બાળકોને પણ તેનો અનુભવ કરાવ્યો હતો..

3.ઓટો મોબાઇલ રિપેરિંગ

બાળકોને ટુ વ્હીલર ઓટો મોબાઇલ રિપેરિંગ વિશે કપડવંજના ટુવ્હીલર રિપેરિંગ ક્ષેત્રના કાબેલ એવા સંજય પટેલે(શ્રીજી ઓટો ગેરેજ) ટુ વ્હીલર રિપેરિંગ સંદર્ભે બ્લોગ સફાઇ કાર્બોરેટર સફાઇ વિલ સર્વિસ ઓઇલ ચેકિંગ..વગેરે વિશે પણ પ્રેક્ટિકલ કરી બતાવી બાળકોને અનુભવ પૂરો પાડ્યો હતો

4.વોલ પેઇન્ટિંગ

વાઘજીપુર ગામની નજીકનું ગામ અરજણજી ની મુવાડીના વતની અને એક સારા પેઇન્ટર શ્રી રાજુભાઇ ખાંટે બાળકોને વોલ પેઇન્ટિંગ વિશેની સમજ આપી શાળામાં સરસ્વતી માતાના મંદિરની ફરતે સુંદર પેઇન્ટિંગ કરી બતાવ્યું હતું...

5.અરેબિયન મહેંદી

શાળાની દીકરીઓને અરેબિયન મહેંદી વિશેની સમજ આપવા ગામની એક દીકરી મનીષા સેવક અને ગામના એક ગૃહિણી
ટીનાબેન સેવકે દિકરીઓના હાથ પર જુદી જુદી ડિઝાઇનની મહેંદી મૂકી તેમણે ખુશ કરી દીધા હતા...

આ અનોખો બાળમેળો યોજવાનો એક માત્ર હેતુ એ હતો કે બાળકોને લાઇફ સ્કીલ વિશે સાચી સમજ મળે તે હતો..






વાઘજીપુર પે સે શાળા ....૧૧ જુન ૨૦૧૮ ....નવા સત્રના પ્રથમ દિવસે શાળા એ શરૂ કર્યો એક નવો કાર્યક્રમ....ફ્લેગ ઓફ ધ ડે ...સરકારી પ્રાથમિક શાળાઓમાં જોવા મળતી મોટી સમસ્યા ...બાળકોની દૈનિક ગેર હાજરી ...વાઘજીપુર પે.સે.શાળાએ  સત્રના પ્રથમ દિવસથી જ બાળકોની ગેર હાજરી ઘટે અને શાળામાં નિયમિતતા વધે તે માટે શરૂ કર્યો કાર્યક્રમ ...ફ્લેગ ઓફ ધ ડે ...જેમાં દરરોજ પ્રાર્થના સભામાં બાળકોની હાજરી ચેક કરવામાં આવશે ..જેમાં બાળકોની હાજરીની ટકાવારી કાઢી સૌથી વધુ હાજરી જેની હશે તેનો ધ્વજ ફરકાવવામાં આવશે ...આજના દિવસે છોકરાઓની હાજરી વધુ હોવાથી આજે છોકરાઓનો ધ્વજ ફરકાવવામાં આવ્યો ...ખેલદિલી પૂર્વકની આ ધ્વજ ફરકાવવાની સ્પર્ધાથી શાળાની દૈનિક હાજરી અચૂક વધશે ને ગેર હાજરીનું પ્રમાણ ઘટશે ...