અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

16 સપ્ટે, 2017


વાઘજીપુર પ્રાથમિક શાળાની એક ઓર સફળતા 

 વાઘજીપુર ગામના વડીલો તો શાળાને ખુબ મદદ કરે છે પણ ગામના યુવાઓનો હુ પુરેપુરો સહકાર મેળ​વી શક્યો નહોતો. ત્યારે શાળામા થતી તમામ પ્ર​વ્રુત્તિ જ્યારે વોટસ અપ પર મુકાતી શાળાની પ્ર​વ્રુત્તિઓ થી પ્રેરિત થઇ ગામના તમામ યુવાનોએ એક ગ્રુપ બનાવ્યુ કે જે હ​વે થી શાળા અને ગામના વિકાસ માટે જ કામ કરશે .                 

          અને એક વિચાર મુકાયો કે જે શાળાનુ અનાજ અમે ખાધુ છે તેનુ રુણ તો ચુક​વ​વુ રહ્યુ .ને આ ૨૦ થી ૨૪ વર્ષના યુવાનો એ પાઉભાજી શાળાના બાળકો ને જમાડ​વાનુ નક્કી કર્યુ. જમ​વા જાતે જ બનાવ્યુ કોઇ ની પણ મદદ ન લીધી અને એટલા પ્રેમ થી સૌને જમાડ્યા કે દિલ ગદગદ થૈ ગયુ .સાથે દરેક બાળકોને પેન ,પેન્સિલ ,રબ્બર ,શિક્ષકોને પણ પેન સાથે મને પણ એક ભેટ આપ​વામા આવી .જે શાળાની પ્ર​વ્રુત્તિઓથી ગામ તો જાગ્રુત થયુ છે પણ આજે યુવાનો એ જે તૈયારી બતાવી છે તે અમારી આજ સુધીની સૌથી મોટી સિદ્ધી ગણાય .હ​વે જે ગામના યુવાનો કૈક કરી બતાવ​વા કટીબદ્ધ બન્યા હોય તે ગામ ચોક્કસ ઉન્નતીના પન્થે આગળ અચુક જશે જ .હુ ગામના મારા પ્રિય એવા યુવાન ભાઇઓનો દિલ થી આભાર માનુ છુ તથા તેમના આ શાળા અને ગામ પ્રત્યેના ઉમદા વિચારોને સલામ કરુ છુ .
ભ​વિષ્યમા પણ આપ સૌનો અમને સાથ સહકાર મળશે જ .....

8 સપ્ટે, 2017